Connect Gujarat
દુનિયા

ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ....

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે.

ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ....
X

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ રફાહ અને જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળોએ ભારે બોમ્બમારો કર્યો છે. જબાલિયામાંથી અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર ઇઝરાયલનો બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટાઈનનાં મોત થયા છે. જ્યારે 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયલ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલે સોમવારે હિઝબુલ્લાહની બે જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયલની સેના અનુસાર, હિઝબુલ્લાહના આતંકવાદીઓ આ બેઝ પરથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે, 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 1400 લોકોનાં મોત થયા છે. આ તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયલી સૈનિકોને મળ્યા જેઓ લેબનોનથી સતત હુમલાનો જવાબ આપી રહ્યા હતા. તેણે સૈનિકોને કહ્યું કે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

Next Story