અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા. ડિમિટ શહેરમાં સાઉથ ફોર્ક ડેરીમાં મશીનમાં ખામીના કારણે વિસ્ફોટ થયો હતો. જેના કારણે ત્યાં આગ લાગી . આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. કાસ્ટ્રો કાઉન્ટી પોલીસે જણાવ્યું કે આ ઘટના 11 એપ્રિલે બની હતી. પોલીસને સવારે લગભગ 7 વાગે ઘટનાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. તે પછી ફાર્મમાં ફસાયેલી એક વ્યક્તિને બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ દુર્ઘટનામાં ફાર્મમાં હાજર કેટલીક ગાયોને પણ બચાવી લેવામાં આવી. પોલીસ અધિકારી સલ રિવેરાએ કહ્યું- અમને શંકા છે કે આ દુર્ઘટના મશીનના ઓવરહીટ થવાના કારણે બની છે. વધુ પડતા ઉપયોગને કારણે મશીન વધુ ગરમ થઈ ગયું હશે. તે પછી મિથેન ગેસ બહાર આવવા લાગ્યો. જેના કારણે કદાચ વિસ્ફોટ થયો હશે અને ગાયો માટે ત્યાં રાખવામાં આવેલાં ચારામાં આગ લાગી હશે. કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે જણાવ્યું હતું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગાયોના દૂધ કાઢવા માટે તેમને વાડામાં બાંધવામાં આવી હતી.
અમેરિકા : ડેરી ફાર્મના મશીનમાં ખામીને કારણે થયો વિસ્ફોટ, 18,000 ગાયના મોત, અમેરિકામાં પહેલીવાર આવી દુર્ઘટના બની
અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા.
New Update
Latest Stories