Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશ : ટાયર પંચર થતાં બસ ખીણમાં પડી, 19ના મોત, 30 લોકો ધાયલ

બાંગ્લાદેશમાં રવિવારે એક બસ ખીણમાં પડી જતાં 19 મુસાફરોના મોત થયા જ્યારે 30 અન્ય ઘાયલ થયા હતા.

બાંગ્લાદેશ : ટાયર પંચર થતાં બસ ખીણમાં પડી, 19ના મોત, 30 લોકો ધાયલ
X

બાંગ્લાદેશમાં રવિવારે એક બસ ખીણમાં પડી જતાં 19 મુસાફરોના મોત થયા જ્યારે 30 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક મોહમ્મદ મસૂદ આલમે જણાવ્યું કે ઢાકા જતી ઈમાદ ટ્રાન્સપોર્ટની બસ સવારે લગભગ પોણા આઠ વાગે શિબચરના મદારીપુરમાં એક એક્સપ્રેસવે પર અનિયંત્રિત થઈને 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.

જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે ત્રણના મોત થયાં હતાં. બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની આશંકા છે. શોનાડાંગા બસ સ્ટેશન ઓફિસર મોહમ્મદ સબુજ ખાને જણાવ્યું કે બસમાં 43 થી વધુ મુસાફરો હતા. એવું માનવામાં આવે છે કે બસનું એક ટાયર પંચર થઈ જતાં તે કાબૂ બહાર ગઈ હતી. આ પછી તે ખાડામાં પડી ગઈ. ડેપ્યુટી કમિશનર રહીમા ખાતૂને કહ્યું કે આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 25,000 ટકા (20 હજાર ભારતીય રૂપિયા) અને ઘાયલોને 5,000 ટકા (4 હજાર ભારતીય રૂપિયા) અપાશે.

Next Story