બાંગ્લાદેશ સરકાર પાવર ડીલ પર અદાણી સાથે કરી શકે છે વાત, નવી ડીલની શરતો પર ચર્ચા થશે

બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

New Update
a

બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશના એક વકીલે અદાણી પાવર સાથે પાવર સપ્લાય ડીલ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીના આધારે કોર્ટે ગયા અઠવાડિયે ડીલની તપાસ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે.

હાઈકોર્ટનો નિર્ણય ફેબ્રુઆરીમાં આવી શકે છે

આ તપાસ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ કોર્ટ આદેશ આપશે. અદાણી ગ્રૂપ અને શેખ હસીનાની સરકાર વચ્ચે 2017માં પાવર સપ્લાય કરાર થયો હતો. 5 ઓગસ્ટે હસીના સરકારના રાજીનામા બાદ આ ડીલ પર સવાલો ઉઠવા લાગ્યા હતા અને તેમાં ભ્રષ્ટાચારના આરોપો લાગવા લાગ્યા હતા.

બાંગ્લાદેશ સરકાર અદાણી ગ્રુપ સાથે 'શરતો' પર વાત કરશે

બાંગ્લાદેશ સરકારના પાવર અને એનર્જી અંગેના સલાહકાર મુહમ્મદ ફઝુલ કબીર ખાને જણાવ્યું હતું કે સરકાર અદાણી ગ્રુપ સાથે પાવર સપ્લાય એગ્રીમેન્ટની શરતો વિશે વાત કરી શકે છે. કરારમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોને કારણે નવી ડીલ જરૂરી છે. પરંતુ કોર્ટના આદેશ પર કરવામાં આવી રહેલી તપાસ બાદ જ આ શક્ય છે.