Connect Gujarat
દુનિયા

Google, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..!

પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે

Google, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..!
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુએસ મુલાકાતના છેલ્લા દિવસે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ અને એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જેસી અને બોઈંગના સીઈઓ ડેવિડ એલ કેલહૌન સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન પિચાઈએ કહ્યું કે પીએમ મોદીના વિઝનને અનુરૂપ Google ભારતના ડિજીટાઈઝેશન ફંડમાં USD 10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે.

પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાન સાથે શેર કર્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં US$ 10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. ગિફ્ટ સિટી ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરતાં આજે અમે ઉત્સાહિત છીએ.

વડાપ્રધાન મોદીને મળ્યા બાદ પિચાઈએ કહ્યું કે, "ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેમના સમય કરતા આગળ છે અને હું તેને અન્ય દેશો માટે બ્લુ પ્રિન્ટ તરીકે જોઉં છું."

CEO સુંદર પિચાઈ 2015માં કંપનીના CEO બન્યા હતા. સીઈઓ તરીકે તેમની નિમણૂક પર પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story