લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. તેમણે અમેરિકાના ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને RSS પર પણ નિશાન સાધ્યુ હતું.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કેઇ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે.
રાહુલ ગાંધીએ ભારતીય મહિલાઓની વાત કરતાં કહ્યું કે, હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખું છું. એ સુનિશ્ચિત કરવું કે મહિલાઓને બિઝનેસમાં તક મળે અને જો તેઓ ખુદનો બિઝનેસ શરુ કરવા માંગે તો તેમને આર્થિક મદદ કરવી અને મહિલાઓ માટે ભાગીદારીને સરળ બનાવવી જોઈએ. મહિલાઓ પાસે અનેક મુદ્દા છે. જેને આપણે તેમની ભાગીદારીને સક્ષમ કરવા માટે સંબોધિત કરવાની જરૂર છે. પ્રથમ પગલું એ કે, મહિલાઓને પુરુષ સમાન જોવી, એ સ્વીકાર કરવો કે, તેઓએ બધું જ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે અને તેમની તાકાત ઓળખવી હતી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ ભાજપ અને અમારી વચ્ચે વૈચારિક સંઘર્ષનો હિસ્સો છે. ભાજપ અને RSSનું માનવું છે કે, મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ જેમ કે, ઘરમાં રહેવું, ભોજન રાંધવુ અને ઓછું બોલવું. અમારું માનવું છે કે, મહિલાઓને એ બધું કરવાની આઝાદી મળવી જોઈએ જે તેઓ કરવા માંગે છે.