/connect-gujarat/media/post_banners/397003c6b974548f48f8991134db9e6305b4a2a2937df0dcfd4dd0e571c91e86.webp)
સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ઘટનામાં 200 થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે 16 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે.
તુર્કીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વિગતો મુજબ તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપ એટલો ભયાનક હતો કે લોકો પોતાનો જીવ બચાવવા ઓફિસ અને ઘણી બહાર દોડી આવ્યા હતા ઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓએ જણાવ્યું કે તુર્કીમાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મૃત્યુની જાણકારી મળી છે.440 ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે.ત્યાં જ, સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા હોવું જાણવા મળ્યું છે.