સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનનો ઉધડો લીધો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા દેશો સંજોગોને કારણે પાછળ રહી જાય છે,

a
New Update

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા દેશો સંજોગોને કારણે પાછળ રહી જાય છે, પરંતુ કેટલાક દેશો જાણીજોઈને આવા નિર્ણયો લે છે જેના પરિણામ ગંભીર આવે છે.

આપણો પાડોશી પાકિસ્તાન તેનું મુખ્ય ઉદાહરણ છે. આજે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાને જે બુરાઈઓ બીજાઓ પર થોપવાના પ્રયત્નો કર્યો છે તે આજે પાકિસ્તાનને ગળી જવા માટે તૈયાર છે. તે દુષ્કૃત્યો તેના જ સમાજને નુકસાન પહોંચાડે છે.તે વિશ્વને દોષી ઠેરવી શકતો નથી. આ માત્ર કર્મનું પરિણામ છે.

આ વિશ્વના મંચ પર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કાશ્મીરની સ્થિતિને પેલેસ્ટાઈન સાથે સરખાવ્યા બાદ એસ.જયશંકરે ખાસ કરીને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, અમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેટલાક વિચિત્ર દાવા સાંભળ્યા.પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજા નહીં મળે તેવી કોઈ આશા રાખવી જોઈએ નહીં. અમારી વચ્ચે જે મુદ્દો ઉકેલવાનો છે તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદે રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો છે.

વિદેશમંત્રીએ વિશ્વના મોટા મંચ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન સામે કરેલા ધારદાર નિવેદથી પાકિસ્તાનને સોપો પડી ગયો હતો.અને તેની બોલતી બંધ થઈ ગઈ હતી.
 

#CGNews #World #Pakistan #S Jaishankar #Statement
Here are a few more articles:
Read the Next Article