Connect Gujarat
દુનિયા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ ખાતે વિશ્વના ઉદ્યોગકારો સાથે કરશે વન-ટુ-વન બેઠક.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ  ખાતે  વિશ્વના ઉદ્યોગકારો સાથે કરશે વન-ટુ-વન બેઠક.
X

c ત્યારે આજે તેમના દુબઈ પ્રવાસનો બીજો દિવસ છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે દુબઈ ખાતે અલગ અલગ કંપનીના ઉદ્યોગપતિને મળશે તેમજ વિશ્વના ઉદ્યોગકારો સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા કરશે. દુબઇ એક્સ્પોની પણ મુલાકાત લેશે. આ સાથે જ મુખ્યમંત્રી દુબઈ સ્થિત BAPS મંદિરની મુલાકાત લેશે.

ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમ્યાન 10મો વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે. જેમાં UAEના ઉદ્યોગ સાહસીઓ સહભાગી બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2 દિવસ દુબઈના પ્રવાસે છે. અહીં ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક રોકાણ અને ઔધોગિક રોજગારીની વિપુલ તકો ગુજરાતમાં સર્જાય તે માટે ગુજરાતને વૈશિક ફલક લઈ જવા વાયબ્રન્ટ સમિટનું દર 2 વર્ષ આયોજન કરવામાં આવે છે. ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાય ગુજરાત તરફ વળે છે. ગુજરાતમાં મોટા પાયે મુડી રોકાણ આવે છે. અનેક ઉદ્યોગિક સાહસોનું નિર્ણાણ થાય છે અને ગુજરાતમાં રોજગારી વધે છે. મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસ દરમિયાન દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની પણ મુલાકાતથી કરવાના છે. ભુપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ UAEના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહ્યાન બિન મબરક અલ નાહ્યાન સાથે પણ મુલાકાત બેઠક યોજશે.

Next Story