ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહ મોતને ભેટ્યો

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ કરવામાં આવ્યા છે,અને ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે

New Update
a

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ કરવામાં આવ્યા છે,અને ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે.આમ ઇઝરાયલ અને મુસ્લિમ દેશો વચ્ચેનું યુદ્ધ પ્રતિષ્ઠાની અંતિમ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.

ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહ પર કરવામાં ઓપરેશન ન્યૂ ઓર્ડર થકી હુમલા કરવામાં આવ્યા છે.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDF દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 'હસન નરસલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે.

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ નામના આતંકી સંગઠન પર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં આ હુમલાઓના કારણે મહાસત્તાઓ પણ ચિંતામાં મૂકાઈ ગઈ છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ પેજર હુમલાઓથી એક રીતે કહીએ તો દુનિયા જ બદલાઈ ગઈ છે. પેજર સિવાયસોલર સિસ્ટમ અને રેડિયો નેટવર્ક પણ હેક કરવામાં આવ્યા હતા. સાયબર સિક્યોરીટી એક્સપર્ટસ આને આખી દુનિયા માટે વોર્નિંગ ગણાવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા હિઝબુલ્લાહ સામેના ઓપરેશનનું નામ નોર્ધન એરોઝ આપવામાં આવ્યું છે.  

Latest Stories