પેરુમાં બસ 200 મીટર ઉંડી ખાયમાં ખાબકતા 25 લોકોના મોત !

સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update
પેરુમાં બસ 200 મીટર ઉંડી ખાયમાં ખાબકતા 25 લોકોના મોત !

સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ ઘટના ઉત્તર પેરુમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ લગભગ 200 મીટર (લગભગ 650 ફૂટ) ઊંડી ખીણમાં પડી હતી. નીચે નદી હતી. ઘણા મુસાફરો પાણીમાં તણાયા અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.બચાવકર્મીઓ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને આ વિસ્તારમાં 48 કલાકના શોકની જાહેરાત કરી છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.

Latest Stories