ફીલીપાઈન્સ્માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 16 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે ફિલિપાઈન્સમાં એક બસમાં ડઝનેક લોકો સવાર હતા. આ બસ એન્ટીક પ્રાંતમાં એક પર્વત પરથી બેકાબૂ થઈ ખીણમાં સરી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યો. ગવર્નર રોડોરા કેડિયાઓએ કહ્યું કે આ બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આઠ લોકોની હાલત ગંભીર છે અને ચારની હાલત સ્થિર હોવાની માહિતી છે. તેમણે કહ્યું કે આ બસ ઈલોઈલો પ્રાંતથી એન્ટિકના કુલાસી શહેર જઈ રહી હતી. ત્યારે બ્રેક ફેલ થઈ જવાને કારણે આ બસ 30 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં કુલ 53થી વધુ યાત્રીઓ સવાર હોવાની માહિતી છે.
ફિલિપાઈન્સમાં યાત્રિકો ભરેલી બસ 30 મીટર ઊંડી ખીણમાં ખાબકી, અકસ્માતમાં 16 લોકોના મોત....
ફીલીપાઈન્સ્માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 16 લોકોના મોત થયા હતા.
New Update
Latest Stories