Connect Gujarat
દુનિયા

ઈરાનએ આપી ઇઝરાયલને ખુલ્લી ચેતવણી, 'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..'

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે

ઈરાનએ આપી ઇઝરાયલને ખુલ્લી ચેતવણી, ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..
X

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે કે જો ઈઝરાયેલ ગાઝામાંથી હમાસને ધરમૂળથી ઉખેડી નાખવાનું તેનું સૈન્ય અભિયાન ચાલુ રાખશે તો તે ઈરાન પણ આ યુદ્ધમાં ઝંપલાવશે. એટલે કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ યુદ્ધ બંધ નહીં કરે તો તે પેલેસ્ટાઈન વતી ઈઝરાયલ સામે યુદ્ધમાં ઉતરી શકે છે. આ પહેલા ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહ્યાને ઈઝરાયેલને ગાઝા પર તેના હુમલા બંધ કરવા કહ્યું હતું અને ધમકી આપી હતી કે જો હિઝબુલ્લાહ લડાઈમાં જોડાશે તો આ યુદ્ધના ભરડામાં મધ્યપૂર્વના અન્ય દેશો પણ જોડાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે જો આવું થશે તો ઈઝરાયલમાં આફત આવી જશે. બેરૂતમાં મીડિયા સાથે વાત કરતા હોસૈન અમીરાબ્દુલ્લાહિયાને કહ્યું કે લેબનોનનું હિઝબુલ્લાહ જૂથ યુદ્ધ પર નજર રાખી રહ્યું છે અને ઈઝરાયેલે ગાઝા પરના હુમલાઓ જલદી બંધ કરવા જોઈએ.

Next Story