Connect Gujarat
દુનિયા

ઈરાક અને સીરિયામાં યુએસ રાજદ્વારીઓને નિશાન બનાવાયા; ત્રણ રોકેટ અને ડ્રોન દ્વારા હુમલો

ઈરાક અને સીરિયામાં યુએસ રાજદ્વારીઓને નિશાન બનાવાયા; ત્રણ રોકેટ અને ડ્રોન દ્વારા હુમલો
X

ઇરાક અને સીરિયામાં અમેરિકન રાજદ્વારીઓ અને સૈનિકો પર ત્રણ રોકેટ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અમેરિકન સેવાના બે સભ્યો ઘાયલ થયા છે. ત્યારે અમેરિકન અને ઇરાકી અધિકારીઓએ આ હુમલા વિશે માહિતી આપી છે.

જો કે, હજી સુધી કોઈએ આ હુમલાઓની જવાબદારી લીધી નથી. હકીકતમાં ગયા મહિને ઇરાક-સીરિયા બોર્ડર પર યુએસના હુમલામાં તેમના ચાર સભ્યોની હત્યા કર્યા પછી ઇરાકી લશ્કરી જૂથોએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

જ્યારે અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને ઘાયલ કર્મચારીઓ યુએસ સેવાના સભ્યો છે, જેમાંથી એકને મોટી ઈજા થઈ છે, જ્યારે બીજો સહેજ ઈજાગ્રસ્ત છે. ઇરાકી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે વહેલી સવારે બગદાદના ગ્રીન ઝોનની અંદર યુએસ દૂતાવાસ ઉપર બે રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા.

જ્યાં એમ્બેસીની એન્ટિ-રોકેટ સિસ્ટમથી એક રોકેટ ડાઇવર્ટ થઈ ગયો, જ્યારે બીજો રોકેટ વિસ્તારની પરિમિતિ નજીક પડ્યો. ઇરાકી લશ્કરી અધિકારીઓએ રોકેટ અને વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનથી યુ.એસ.ના સૈન્યની હોસ્ટિંગ બેઝ પરના તાજેતરના હુમલાઓને અભૂતપૂર્વ ગણાવ્યા છે.

ઇરાકી લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે કે બુધવારે થયેલા આ હુમલામાં ટ્રકની પાછળના ભાગમાં રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નજીકના ખેતરમાં આગ લગાવાઈ હતી.

કુર્દિશ સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે ઉત્તરી ઇરાકના એરબિલ એરપોર્ટ પર ડ્રોન ત્રાટક્યું હતું. જ્યાં તેણે એરપોર્ટના મેદાન પર એક અમેરિકન બેસને નિશાન બનાવ્યો હતો.

Next Story