New Update
/connect-gujarat/media/media_files/2024/12/14/jj2u6rfroSTkVGWLpXRv.jpg)
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.
ગુરુવારે, ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે. સૈન્ય અધિકારીઓ યોગ્ય તક શોધી રહ્યા છે.IDF અધિકારીઓનું માનવું છે કે લેબનનમાં હિઝબુલ્લાહ નબળા પડ્યું અને સિરિયામાં અસદ સરકારના પતન પછી ઈરાન અલગ થઈ ગયું છે. આવી સ્થિતિમાં તે પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી શકે છે. તે પોતાની ક્ષમતા વધારવા માટે પરમાણુ બોમ્બ પણ બનાવી શકે છે.બીજી તરફ ઈઝરાયલની સેના સતત હવાઈ હુમલાઓથી સિરિયામાં સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહી છે.
Latest Stories