Connect Gujarat
દુનિયા

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : એલોન મસ્કે મદદનો હાથ લંબાવ્યો, Xની જાહેરાતની આવક ઇઝરાયેલ-ગાઝાની હોસ્પિટલોને દાન કરશે..!

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : એલોન મસ્કે મદદનો હાથ લંબાવ્યો, Xની જાહેરાતની આવક ઇઝરાયેલ-ગાઝાની હોસ્પિટલોને દાન કરશે..!
X

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. તેણે એક્સ કોર્પ તરફથી આવતી જાહેરાતની આવક ઇઝરાયેલ અને ગાઝાની હોસ્પિટલોને દાન કરવાની જાહેરાત કરી છે. અગાઉ, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સેમિટિક વિરોધી પોસ્ટનું સમર્થન કર્યું હતું.

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, યુદ્ધની વચ્ચે, ઉદ્યોગપતિ અને એક્સના માલિક એલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. તેણે એક્સ કોર્પ તરફથી આવતી જાહેરાતની આવક ઇઝરાયેલ અને ગાઝાની હોસ્પિટલોને દાન કરવાની જાહેરાત કરી છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ જણાવ્યું હતું કે, એક્સ કોર્પની જાહેરાતની આવક ગાઝા અને ઇઝરાયેલની હોસ્પિટલોને દાનમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે, જાહેરાતો અને સબ્સ્ક્રિપ્શન્સમાંથી થતી આવક દાનમાં આપવામાં આવશે. જોકે, તેણે ગાઝા અને ઇઝરાયેલની હોસ્પિટલોને દાનમાં આપવામાં આવનાર રકમનો ખુલાસો કર્યો નથી. અગાઉ, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સેમિટિક વિરોધી પોસ્ટનું સમર્થન કર્યું હતું. મસ્કએ પોસ્ટને સમર્થન આપતા લખ્યું કે, વપરાશકર્તા, જેણે ગ્રેટ રિપ્લેસમેન્ટ કાવતરું સિદ્ધાંતનો સંદર્ભ આપ્યો હતો, તે સત્ય કહી રહ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યહૂદી લોકો ગોરા લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. મસ્કની આ પોસ્ટ બાદ ઘણી કંપનીઓએ કાર્યવાહી કરી અને તેમની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો. ડિઝની, વોર્નર બ્રધર્સ ડિસ્કવરી અને કોમકાસ્ટ, લાયન્સ ગેટ એન્ટરટેઈનમેન્ટ અને પેરામાઉન્ટ ગ્લોબલે જણાવ્યું હતું કે, તેઓ X પર તેમની જાહેરાતને થોભાવી રહ્યાં છે. તે જ સમયે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્ર્યુ બેટ્સે એલોન મસ્કના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કેયહૂદી વિરોધી ભાવનામાં દ્વેષપૂર્ણ જૂઠાણાંનું પુનરાવર્તન અસ્વીકાર્ય છે. બિડેનના નેતૃત્વ હેઠળ, અમે દરેક વળાંક પર સેમિટિ વિરોધીની નિંદા કરવાનું ચાલુ રાખીશું.

Next Story