મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે ધરતી ધ્રુજાવી, ભૂકંપમાં 296 લોકોના મોત, 150થી વધુ ઘાયલ….

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે

મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે ધરતી ધ્રુજાવી, ભૂકંપમાં 296 લોકોના મોત, 150થી વધુ ઘાયલ….
New Update

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે. આફ્રિકી દેશ મોરક્કોમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપના કારણે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ હતી જેના કારણે 296 લોકોના મોત થયા હતા જ્યારે 153 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.8 મપાઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરક્કોના મારાકેશ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર નોંધાયુ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. 

#CGNews #World #earthquake #Heavy Earthquake #hits #Morocco #296 dead #150 injured
Here are a few more articles:
Read the Next Article