New Update
/connect-gujarat/media/post_banners/b0b8aff8be3f8f7ea0530d15225288b3c5e7382787a244ccebec66ead94055d3.webp)
અફઘાનિસ્તાનમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનની ધરતી 24 કલાકમાં બીજી વખત ભૂકંપથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે. ભૂકંપ 17 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈ કાલે પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 આંકવામાં આવી હતી.
પાકિસ્તાનના અનેક રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લાહોર, ફૈઝાબાદ અને બલૂચિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Latest Stories