અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, યુ.એસ.માં અથવા બહાર કુલ 1,467 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.અમેરિકામાં બરફનું તોફાન કહેર વરસાવ્યો છે જ્યાં જુઓ ત્યાં બરફ ને બરફ જોવા મળી રહ્યો છે ત્યારે સવારે ૫૦૦ થી વધુ ફ્લાઇટ 6.48 વાગ્યા સુધીમાં વિલંબિત થઈ હતી. તેના કારણે ડલ્લાસ, ફોર્ટ વર્થ અને મેમ્ફિસ સહિતના કેટલાક વિસ્તારોમાં બર્ફીલા પવનો જોવા મળ્યા હતા. વર્તમાન વાવાઝોડું ઉત્તર અને મધ્ય ટેક્સાસમાં ઓછામાં ઓછી ગુરુવારની સવાર સુધીમાં ખતરનાક અસર છોડી શકે છે,
ટેક્સાસ વિસ્તારના આગાહીકાર જણાવ્યું હતું કે લો કોસ્ટ કરિયર સાઉથવેસ્ટ એરલાઇન્સ કંપની 487 ફ્લાઇટ્સ રદ કરી છે, જ્યારે ફોર્ટ વર્થ, ટેક્સાસ સ્થિત સહકર્મી અમેરિકન એરલાઇન્સ ગ્રુપ ઈન્ક લગભગ 480 ફ્લાઇટ્સ રદ કરી છે.અમેરિકના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી ૩ દિવસ આ કહેર યથાવથ રહી શકે છે