ફ્રાન્સમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી, પેરિસમાં મેયરના ઘરમાં કાર ઘુસી, પત્ની-બાળક ઘાયલ...

ફ્રાન્સમાં તોફાનીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે.

ફ્રાન્સમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી, પેરિસમાં મેયરના ઘરમાં કાર ઘુસી, પત્ની-બાળક ઘાયલ...
New Update

ફ્રાન્સમાં તોફાનીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે.દરમિયાન, વિરોધીઓ વધુ હિંસક બની રહ્યા છે. તેમાંથી કેટલાક પેરિસના મેયરની ઘરમાં પણ ઘૂસી ગયા હતા. હિંસામાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે.

ફ્રાન્સમાં પાંચમા દિવસે પણ હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે. દરમિયાન વિરોધીઓ વધુ હિંસક બની રહ્યા છે. ફ્રાન્સમાં દેખાવકારો તેમનો ગુસ્સો ગુમાવી રહ્યા છે. આજે તેમાંથી કેટલાકે પેરિસના મેયરના ઘરે કાર ઘુસાડી દીધી હતી. તોફાનીઓએ પેરિસની દક્ષિણે આવેલા શહેરના મેયરના ઘરમાં કાર ઘુસાડી હતી, જેમાં તેમની પત્ની અને તેમના બાળકને ઈજા થઈ હતી. લ'હે-લેસ-રોસેસ શહેરના મેયર વિન્સેન્ટ જીનબ્રુને ટ્વીટ કર્યું કે, જ્યારે તેમનો પરિવાર સૂતો હતો, ત્યારે વિરોધીઓએ તેમને આગ લગાડવાનો પ્રયાસ કર્યો અને તેમના ઘરમાં એક કાર ઘુસાડી દીધી. આ ઘટના સમગ્ર ફ્રાન્સમાં અરાજકતાની પાંચમી રાત્રે બની હતી, જ્યાં તોફાનીઓએ કારને આગ લગાડી હતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો અને સુરક્ષા દળો સાથે અથડામણ કરી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Fire #World #Attack #Riots #Violence #France #Paris #mayor's house
Here are a few more articles:
Read the Next Article