Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં સ્થિતિ બગડી, રાત્રે 8:30 વાગ્યા પછી બંધ થશે બજાર, કારણ જાણીને ચોંકી જશો

પાકિસ્તાનની અશાંત અર્થવ્યવસ્થાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં વીજળી બચાવવા માટે અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં સ્થિતિ બગડી, રાત્રે 8:30 વાગ્યા પછી બંધ થશે બજાર, કારણ જાણીને ચોંકી જશો
X

પાકિસ્તાનની અશાંત અર્થવ્યવસ્થાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં વીજળી બચાવવા માટે અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે. પાકિસ્તાનની નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ એ ઉર્જા બચાવવા માટે રાતે 8:30 વાગ્યાથી દેશભરના બજારો બંધ કરવાનો આદેશ આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાહબાઝ શરીફ સહિત તમામ પ્રાંતોના મુખ્યમંત્રીઓ બેઠકમાં સામેલ થયા.

નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ (NEC) એ બુધવારે વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. માત્ર એક દિવસ પહેલા, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, જેમાં NECના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને પંજાબના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનું પ્રતિનિધિત્વ પ્રાંતના મુખ્ય સચિવ શહેઝાદ ખાને કર્યું હતું. જારી કરાયેલા નિવેદન મુજબ, મુખ્ય પ્રધાનોએ ઊર્જા સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. ચારેય પ્રાંતો દેશમાં ઉર્જા સંકટને વધુ ઘેરી રોકવા માટે રાત્રે 8.30 વાગ્યે બજાર બંધ કરવાના પ્રસ્તાવ પર સહમત થયા હતા.

Next Story