Connect Gujarat
દુનિયા

અમેરિકાના ફ્લોરિડામાં એક જનરલ સ્ટોરમાં થયો ગોળીબાર, ત્રણના મોત

અમેરિકાના ફ્લોરિડામાં એક જનરલ સ્ટોરમાં થયો ગોળીબાર, ત્રણના મોત
X

અમેરિકાના ફ્લોરિડામાં શનિવારે એક જનરલ સ્ટોરમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને વંશીય હુમલો કહેવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે. તેણે કહ્યું કે હત્યા વંશીય હુમલો હોવાની આશંકા છે કારણ કે હુમલાખોર અશ્વેત લોકોને નફરત કરતો હતો.

મીડિયા સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે ગોરા હુમલાખોરે હુમલા બાદ પોતાને ગોળી મારી દીધી. પ્રાથમિક તપાસમાં મળેલા પુરાવા સૂચવે છે કે હુમલાખોર નફરતની વિચારધારાથી પ્રભાવિત હતો, જે આ હુમલાનું મુખ્ય કારણ છે. જો કે, જેક્સનવિલેમાં થયેલા હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી શેર કરવામાં આવી નથી.

Next Story