યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી.

New Update
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી.યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, એક મોટા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કારનો અકસ્માત થયો છે.

અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે. જોકે, કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. ઝેલેન્સ્કી પ્રવક્તાએ આ માહિતી આપી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર અને મોટરસાઈકલ સાથે એક કાર અથડાઈ હતી. દરમિયાન, એક અગ્રણી યુક્રેનિયન ન્યૂઝ પોર્ટલ અનુસાર, ડોક્ટર અકસ્માત પછી ઝેલેન્સ્કી તપાસ કરી. તપાસ બાદ તેમને કહેવામાં આવ્યું કે તેમને ગંભીર ઈજા થઈ નથી. ડૉક્ટરોએ ઝેલેન્સ્કી સાથે ડ્રાઇવરને પણ તબીબી સહાય આપી અને તેને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા રાષ્ટ્રપતિ નો કાફલો રાજધાની કિવ માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે યુક્રેન રશિયાને મોટો ઝટકો આપતા ખાર્કિવ ક્ષેત્રના મોટાભાગે પરત લઈ લીધો છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ખાર્કિવના ઇઝિયમ શહેરની મુલાકાત લીધા પછી કિવ જઈ રહ્યા હતા. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારની કોઇ પણ ઘટના જ્યારે ઘટે છે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર આંગળી ચીંધાય તો નવાઈ નથી. જોકે, એવા કોઇ સમાચાર સામે આવ્યા નથી કે આ ઘટના પાછળ પુતિન નો હાથ છે

Latest Stories