Connect Gujarat
દુનિયા

યમન: અમેરિકા અને બ્રિટનના હુમલામાં 37 લોકોના મોત, હુતીનો દાવો - અનેક જગ્યા પર હવાઈ હુમલા

હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા

યમન: અમેરિકા અને બ્રિટનના હુમલામાં 37 લોકોના મોત, હુતીનો દાવો - અનેક જગ્યા પર હવાઈ હુમલા
X

હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા. હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો કે યમનમાં લગભગ 424 લક્ષ્યો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઈનને સમર્થન આપી રહેલા હુથી બળવાખોરોએ થોડા દિવસો પહેલા લાલ સમુદ્રમાં એક આંતરરાષ્ટ્રીય જહાજ પર હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી મહિનાથી અમેરિકન અને બ્રિટિશ હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે.

હુથી વિદ્રોહીઓના હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિકૂળ અસર પડી રહી છે. લાલ સમુદ્રમાંથી મુસાફરી કરતા ઘણા જહાજોને આફ્રિકાના દક્ષિણ છેડાની આસપાસ લાંબી મુસાફરી કરવી પડે છે, જે ખૂબ ખર્ચાળ પણ છે.

Next Story