Connect Gujarat
દુનિયા

વર્લ્ડકપ 2019 : ભારત-પાકની ટિકિટ પાછળ લાખો ખર્ચીને મેચ જોવા જનારાઓ માટે વરસાદ બની શકે છે વિલન

વર્લ્ડકપ 2019 : ભારત-પાકની ટિકિટ પાછળ લાખો ખર્ચીને મેચ જોવા જનારાઓ માટે વરસાદ બની શકે છે વિલન
X

ભારત-પાકની ટિકિટ પાછળ લાખો ખર્ચીને મેચ જોવા જનારાઓ માટે વરસાદ બની શકે છે વિલન બને એવી શક્યતાઓ સર્જાઈ છે. સૌથી મોંઘી પ્લેટિનમ ટિકિટ, જેની ખરી કિંમત 21000 રૂ. (235 પાઉન્ડ) હતી એ હવે 3થી 4 લાખ રૂપિયા (4-5 હજાર પાઉન્ડ)માં વેચાઈ રહી છે.

ભારતનો મૂકાબલો પાકિસ્તાન સાથે વર્લ્ડકપમાં 16 જૂને થશે. માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચ દરમિયાન વરસાદ થાય તેવી શકયતા છે. આમ છતાં દર્શકો ભારે કિંમત ચૂકવીને ટિકિટ ખરીદી રહ્યાં છે. જે લોકોએ ટિકિટ ખરીદી હતી, તે લોકો હવે વિયોગો વેબસાઈટ પર તેનું ફરી વેચાણ કરીને મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યાં છે. શુક્રવારે ગોલ્ડ લેવલની ટિકિટ લગભગ 4.20 લાખ રૂપિયા (4700 પાઉન્ડ)માં વેચાઈ છે.

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ વરસાદના કારણે રદ થઈ છે, જેમાંની એક મેચ ભારતની પણ હતી. રવિવારની મેચમાં વરસાદ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વેધર રિપોર્ટ મુજબ, રવિવાર સવારે વરસાદના હળવા ઝાપટાં સાથે વેગીલા પવનની શક્યતા છે.

માન્ચેસ્ટર ખાતેના ઐતિહાસિક ઓલ્ડટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે દર્શકોની સંખ્યા 24,500 જેટલી છે. વર્લ્ડકપની મેચને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેડિયમે કેટલાંક નવા સ્ટેન્ડ્સ બનાવ્યા છે. એ જોતાં મહત્તમ ક્ષમતા 30,000 ધારી શકાય. તે પૈકી હાલ આ મેચમાં 20,000થી વધુ ભારતીયોએ ટિકિટ ખરીદી છે. એટલે જો વરસાદનું વિઘ્ન ન નડે અને મેચ રમાય તો ભારતીય ટીમનો જોશ વધારવા દર્શકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે.

Next Story