Connect Gujarat
Featured

યોકોવિચની ટેનિસ ટુરમાં ભાગ લેનારા ડિમિટ્રોવ અને કોરિકને કોરોનાનો ચેપ લાગ્યો

યોકોવિચની ટેનિસ ટુરમાં ભાગ લેનારા ડિમિટ્રોવ અને કોરિકને કોરોનાનો ચેપ લાગ્યો
X

કોરોના મહામારીના કારણે ટેનિસ સ્થગિત છે, ત્યારે વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાની જ મિની ટેનિસ ટુરનુંઆયોજન કર્યું હતુ, જેમાં સર્બિયાના બોર્ના કોરિક, યેલેના યાન્કોવિચની સાથે બલ્ગેરિયાનો ડિમિટ્રોવ, જર્મનીનો ઝ્વેરેવ તેમજ ઓસ્ટ્રિયાનો થિયમ પણ જોડાયા હતા. ચેરિટી ઈવેન્ટના નામે યોજાઈ રહેલી આ મિની ટેનિસ ટુરમાં ભાગ લેનારા ડિમિટ્રોવ અને કોરિકને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેના કારણે યોકોવિચની ઉગ્ર ટીકા થઈ રહી છે.

યોકોવિચની ટુર્નામેન્ટની સાથે જોડાયેલા કુલ ચાર વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે, જેમાં યોકોવિચના ટ્રેનરનો પણ સમાવેશ થાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વિના મોટા પ્રમાણમાં એકઠા થતાં પ્રેક્ષકો અને યોકોવિચ સહિતના ખેલાડીઓએ પણ કોરોનાની દરકાર લીધા વિના મેચોમાં ભાગ લીધો હતો. ખેલાડીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા હતા.

ડિમિટ્રોવે સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેયર કરતાં તેને કોરોના થયો હોવાની માહિતી ચાહકોએ આપી હતી. આ પછી સર્બિયન ખેલાડી બોર્ના કોરિકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે, જેની જાહેરાત તેણે સોશિયલ મીડિયામાં કરી હતી. ડિમિટ્રોવ અને યોકોવિચના ટ્રેનરે પણ કોરોના થયો છે. જેના પગલે યોકોવિચ હવે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર થઈ ગયો છે.

કિર્ગીઓસે ટુર્નામેન્ટની બાકી મેચોને પડતી મૂકવાની માગ કરતાં કહ્યું હતુ કે, આવી હાલત બાદ પણ જો ટુર્નામેન્ટ જારી રાખવામાં આવે તો તે મૂર્ખામી ભર્યો નિર્ણય કહેવાય. ક્રિસ એવર્ટે પણ ટુર્નામેન્ટના આ પ્રકારના આયોજન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. બ્રિટીશ ખેલાડી ડાન ઇવાન્સે કહ્યું હતુ કે, આ ઘટનાઓ અંગે યોકોવિચે જવાબદારી લેવી જોઈએ.

Next Story