રાજધાનીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઇમ્પેક્ટ સમિટદરમિયાન આજે ભારે હોબાળો મચી ગયો હતોજ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા.

પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised”ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયુંતે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજો અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તરત જ હરકતમાં આવીને દેખાવકારોની અટકાયત કરી હતી અને તેમને સંકુલની બહાર કાઢ્યા હતા.

 AI સમિટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળા સામે ભાજપ આક્રમક બન્યું છે. ભાજપ નેતા સંદિપ પાત્રાકેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલશિવરાજ સિંહ ચૌહાણઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપ આઈટી સેલાના અમિત માલવિયાએ આકરા શબ્દોમાં નિંદા કરી છે.