અંકલેશ્વર GIDCમાં મહિલા પાસેથી સોનાની ચેઈનની ચીલઝડપ, નોંધાઈ ફરિયાદ

New Update
અંકલેશ્વર GIDCમાં મહિલા પાસેથી સોનાની ચેઈનની ચીલઝડપ, નોંધાઈ ફરિયાદ

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કેરાલા સ્ટોર ધરાવતા પરિવારની મહિલા આજે સવારે સ્ટોર તરફ જઈ રહી હતી. દરમિયાન લાલ કલરની બાઈક ઉપર આવેલાં બે ગઠિયાઓ 10 ગ્રામ સોનાની ચેઈ તફડાવી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલી મહિલાઓ ઘટનાની પતિને જાણ કરતાં જીઆઈડીસી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અને મૂળ કેરાલાનાં વતની સુરેન્દ્ર નાયર પોતે ગોગુલામ કેરળ સ્ટોર ધરાવે છે. તેમનાં પત્ની શકુંતલાબેન નાયર સવારનાં સમયે તેમની દુકાન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન લાલ કલરની મોટર સાયકલ ઉપર આવેલાં બે શખ્સોએ તેમને આંતરીને પોલીસની ઓળખ આપી તેમની પાસેથી 10 તોલા સોનાની ચેઈન ઉતરાવી કાગળમાં મૂકવાનું કહ્યું હતું. બાદમાં ગઠિયાઓ તેમને બીજી પડીકી પકડાવી અશલી સોનું લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ડઘાઈ ગયેલા શકુંતલાબહેને પતિને આ બાબતની જાણ કરતાં તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

Latest Stories