અંકલેશ્વર ઇલેક્ટ્રોનિક શોપમાંથી LED ટીવીની ચોરી થી ચકચાર
BY Connect Gujarat27 July 2017 12:34 PM GMT
X
Connect Gujarat27 July 2017 12:34 PM GMT
અંકલેશ્વર સ્ટેશન રોડને અડીને આવેલ રવિ કોર્પોરેશનમાં ડિસ્પ્લેમાં લગાડવામાં આવેલ LED ટીવીની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર સ્ટેશન રોડ જુના નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ રવિ કોર્પોરેશનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ, અને વરસાદી રાત્રિમાં દુકાનનું શટર તોડીને તસ્કરોએ તેમાં પ્રવેશ કર્યો હતો.
રવિ કોર્પોરેશનનાં ડિસ્પ્લેમાં લગાડવામાં આવેલ તમામ LED ટીવીની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.
જોકે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં હજી સુધી પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી નહોવાનું પોલીસ મથક માંથી જાણવા મળ્યુ હતુ.
Next Story