/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1025a6cc-df15-4d2a-9905-28105afcb532.jpg)
અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવ્યું હતું.
રાજ્યના ખેડૂતોની વિવિધ સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ નોધાવવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રાંત અધિકારી રમેશ ભાગોરાને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની વિવિધ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ખેડૂતોની સ્થિતી દિનપ્રતિદિન દયનીય થતી જાય અછે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ એટલી રોજીંદી અને સામાન્ય બની ગઈ છે કે, હવે તેની ગંભીરતાથી નોંધ પણ લેવાતી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારનું ધ્યાન દોરવા અને તાકીદે પગલા લેવા માંગ કરી રહ્યું છે.કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની કિંમતી જમીન નિયમ વિરૂદ્ધ સંપાદન કરવામાં ખેડૂતોને વ્યાજબી ૨૦૧૩ના કાયદા મુજબ વલતર મળે તેવી જોગવાઇ કરવા,ખેડૂતોને પાક વિમાની ચુકવણી કરવામાં આવે,ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે,ખેતીની પુરતી સુવિધાઓ મળે સહિતની માંગ કરવામાં આવી છે.