અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે મહિલા ચહેરા, કાલે સત્તાવાર જાહેરાત

New Update
અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે મહિલા ચહેરા, કાલે સત્તાવાર જાહેરાત

પ્રમુખ તરીકે માલતીબહેન સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે દિપીકાબહેન વસાવાની પસંદગી કરવામાં આવી છે

અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખની અઢિ વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ- ઉપપ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હાલમાં ભાજપ દ્વારા પ્રમુખ પદે માલતીબહેન હિતેન્દ્રભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે દિપીકાબહેન વિરૂભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી છે.

જેમની સત્તાવાર જાહેરાત આવતી કાલે 20 જૂનના રોજ મળનારી બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બાદમાં તેઓ પોતાનો હદ્દો સંભાળશે. આ સાથે તાલુકા પંચાયતનાં કારોબારી સભ્ય તરીકે ભરતભાઈ નાગજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.

બીજેપી દ્વારા આ ત્રણ હોદ્દેદારોને મેન્ડેટ અપાતાં તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને ઉમેદવારી પત્રો ભર્યા હતા.

Latest Stories