અંકલેશ્વર હાઉસીંગ બોર્ડનો ૩૫ વર્ષીય યુવાન નદીમાં ડુબી જતા લાપતા

New Update
અંકલેશ્વર હાઉસીંગ બોર્ડનો ૩૫ વર્ષીય યુવાન નદીમાં ડુબી જતા લાપતા
  • ફળીયામાં થયેલ મોતમાં બોરભાઠા બેટ ખાતેના સ્મશાને ગયેલ યુવાન નદીમાં નહાવા જતા ડૂબ્યો હતો.

  • અંકલેશ્વર ફાયર લાશ્કરો દ્વારા શોધખોળ શરુ

અંકલેશ્વર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા ૩૫ વર્ષીય ચિરાગ રમણભાઇ શાહ તા.૨૧મીના રોજ તેમના જ ફળીયામાં મોત થયું હોય મૃતકની અંતિમવિધિમાં બોરભાઠા ખાતેના સ્મશાને ગયા હતા. દરમિયાન સ્મશાનેથી નર્મદા નદીમાં નહાવા જતા તેમનો પગ લપસતા તેઓ નદીમાં ડુબવા લાગ્યા હતા. અનેક પ્રયત્નો છતાં ચિરાગ શાહ પાણીની બહાર નિકળવામાં સફળ ન થતા અંતે નર્મદામાં ડૂબી જતા લાપતા બન્યા હતા.

આ ધટનાની જાણ તેમની સાથે સ્મશાને અંતિમવિધિમાં ભાગ લેવા ગયેલ મિત્રોને થતાં તેમણે પણ નર્મદાતટે તેમજ પાણીમાં ચિરાગ શાહની શોધ આરંભી હતી. પણ ચિરાગનો કોઇ પત્તો ન લાગતા આખરે ઘટનાની જાણ ચિરાગના ઘરે તેમજ અંકલેશ્વર ફાયર વિભાગને કરતા ફાયર લાશ્કરોએ નહાવા પડતા લાપતા બનેલ યુવાન ચિરાગ શાહની શોધ આંરભી હતી. તા.૨૧મીના રોજ ફાયર લાશ્કરોને લાપતા બનેલ ચિરાગ શાહને શોધવામાં સફળતા ના મળતા તા.૨૨મીની વહેલી સવારથી પુન: શોધ આરંભી છે.

Latest Stories