/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/8796d437-f974-4fe4-bead-baa479883966.jpg)
બાળકીએ તેની માતાને હકીકત જણાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વરના એક ગામમાં 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાયી છે. બાળકી માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના એક ગ્રામીણ વિસ્તારમાં રીક્ષા ચાલકની 7 વર્ષની દીકરીને ફળીયામાં જ રહેતા ચિરાગ પટેલ નામના શખ્સે દાદાની વસ્તુ લઇ જા તેવી લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે માળ પર લઇ જઈને મોઢા તેમજ શરીરનાં અન્ય ભાગોએ શારીરિક અડપલાં કરતા બાળકી રડવા લાગી હતી. જોકે સમય સૂચકતા વાપરી બાળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
બાળકીએ રડતા રડતા પોતાની માતા પાસે જઈને તેની સાથે થયેલી તમામ હકીકત જણાવતા માતા પણ તેની વાત સાંભળી ડઘાઈ ગઈ હતી. આખરે બાળકીની માતાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ચિરાગ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.