/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/gujarathighcourt-main1.jpg)
કાલ સુધીમાં અગાઉ આપેલા હુકમ મુજબના સોંગન્દનામાં રજૂ કરી દેવાનું જણાવાયું
ગુજરાત હાઇકોર્ટમાં અંકલેશ્વર જીઆઇડીસીના પોલ્યુશન બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી પીઆઈએલના અનુસંધાને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે કોર્ટે તેમના અગાઉના હુકમોના અનુસંધાને થયેલી કાર્યવાહીની જાણકારી મેળવી હતી. કોર્ટે અત્યાર સુધી થયેલી કામગીરી તેમજ તે દરમ્યાન બનેલી દરેક ઘટનાઓ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી સખત ટીકા ટિપ્પણી કરી હતી.
ખાસ કરીને ઉદ્યોગપતિઓની સામે નારાજગી દર્શાવી હતી. જેનું મુખ્ય કારણ કોર્ટના થયેલ હુકમો મુજબ થતી કાર્યવાહીમાં બિન જરૂરી રીતે વિક્ષેપ કરવાની જે કોશિષ કરાવવામાં આવી અને રાજ્યના મંત્રીશ્રીઓને અને સાંસદો દ્વારા જે રીતે રજુઆતો-ફરિયાદો થઈ એ બાબતે દરેકે દરેક માહિતી કોર્ટને ધ્યાને આવી છે.
હાઈકોર્ટે સખત નારાજગી દર્શાવી છે. અને આવતી કાલ સુધીમાં અગાઉ આપવામા આવેલ હુકમ મુજબના સોંગન્દનામાં રજૂ કરી દેવાનું પણ જણાવવામાં આવ્યું છે. દરેક પક્ષકારોએ તેમની ફરિયાદ-સૂચનો સોંગન્દનામાં સ્વરૂપે આવતી કાલ સુધી રજુ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પીઆઈએલ સંદર્ભેની હવે પછીની આગળની સુનાવણી આગામી તારીખ 21 જૂન, 18 નાં રોજ રાખવામાં આવી છે.