New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/7c341c28-dc4f-4350-b811-37831f96d17c.jpg)
તાલુકા પોલીસ મથખે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે ટ્રક ચાલકે આગળ ચાલતા છકડો રિક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડા ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ખાતે રહેતો મન્સુર વાલજી સુતાર ગત રોજ છકડા રીક્ષા નંબર જી.જે.15, ટી. 5441 લઈને વાપીથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં ટ્રક નંબર- HR. 55. T 2848ના ચાલકે આગળ ચાલતી છકડો રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષા માર્ગ પર પલ્ટી ખાઈ ગઈ હતી. અક્સમાતમાં રીક્ષા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories