અંકલેશ્વરઃ મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા શખ્સે તેમના સાગરિતો સાથે મળીને ટેમ્પો ચાલકને લૂંટી લીધો

New Update
અંકલેશ્વરઃ મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા શખ્સે તેમના સાગરિતો સાથે મળીને ટેમ્પો ચાલકને લૂંટી લીધો

ખરોડ ચોકડી પાસે બંધ કંપની પાસે ટેમ્પો ઉભો રખાવી ચાલકને માર મારી 6600 રૂપિયાની લૂંટ ચલાવી

અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આવેલી એક બંધ કંપની પાસેથી ટેમ્પો ચાલકને માર મારી 6600 રૂપિયાની લૂંટ થઇ હોવાની ઘટના સામે આવી છે. ખરોડ નજીક દર્શન હોટલ પાસે આવેલી બંધ કંપની પાસે મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ ટેમ્પો ઉભો રાખી ત્યાં રહેલા 8 થી 9 શખ્સોએ દોડી આવીને લૂંટ ચલાવી હોવાની ટેમ્પો ચાલકે પોલીસમાં ફરિઆદ નોંધાવી હતી.

સુરતથી વડોદરા તરફ આઈસર ટેમ્પો લઈને જઈ રહેલા મૂળ ખેડાનાં સલીમ મિયાં બરડા મિયાં મલેક સાથે કામરેજની રિલીફ હોટલ પાસેથી મુસાફરના સ્વાંગમાં આવેલ લૂંટારુ પોતે ડ્રાઈવર હોવાનું જણાવીને ટેમ્પોમાં બેઠા હતા. જે નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક આવેલી દર્શન હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં બંધ કંપની આવતાં જ પોતાનો ટેમ્પા પડી ગયો હોવાનું જણાવી સલિમ મિંયાને ટેમ્પો ઉભો રખાવ્યો હતો.

ટેમ્પો ઉભો રાખ્યો કે તરત જ પ્રિ પ્લાનિંગ મુજબ ત્યાં છુપાયેલ અન્ય 8 થી 9 જેટલા શખ્સો દોડી આવ્યા હતા. જેમણે સલીમ મિયાં બરડા મિયાં મલેકને માર મારી નજીકમાં ઢસડી ગયા હતા. જેમની પાસેથી 6600 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન અન્ય ટેમ્પો ચાલક તેમજ એક ટ્રક ચાલકે ત્યાં ઉભા રહી તેમને બચવા જતાં લૂંટારૂઓએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. ઘટનામાં ઇજા પામેલા સલીમ મિયાંને 108 ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સલીમ મિયાં બરડા મિયાં મલેકે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories