અંકલેશ્વરઃ શંકાસ્પદ મારૂતીવાન સાથે 2 શખ્સો ઝડપાયા

New Update
અંકલેશ્વરઃ શંકાસ્પદ મારૂતીવાન સાથે 2 શખ્સો ઝડપાયા

વાનમાં ટાયર અને લોખંડની ડીસ ભરીને જતી વાનને શહેર પોલીસે અઠકાવી હતી

અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નીંગ પાસેથી શંકાસ્પદ ટાયર અને ડીસ ભરીને જતી મારૂતીવાન સાથે 2 ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મારૂતીવાન નંબર જી,જે 5 એઆર 4686 ને શંકાના આધારે રોકી હતી. જેની અંદર તલાસી લેતા ટાયર અને વ્હિલની ડીસો મળી આવી હતી. વાનમાં સવાર અંકલેશ્વરના તેજરામ પ્રજાપતિ અને બારડોલીના નેમારામ રબારીને ટાયર અને વ્હિલની ડીસ અંગે પૂછપરછ કરી હતી. તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી હતી. પોલીસે ટાયર અને ડીસ તેમજ મારૂતીવાન મળી કુલ રૂપિયા 42 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories