અંકલેશ્વરઃ સગીરા સાથે દુષ્કર્મનાં કેસમાં બે આરોપીઓનો MPથી કબજો મેળવતી પોલીસ

New Update
અંકલેશ્વરઃ સગીરા સાથે દુષ્કર્મનાં કેસમાં બે આરોપીઓનો MPથી કબજો મેળવતી પોલીસ

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મધ્યપ્રદેશ પોલીસ પાસેથી મેળવ્યા ટ્રાન્સફર વોરંટ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે બળાત્કારના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. હદ વિસ્તારમાંથી ગત તારીખ 24 માર્ચ, 18નાં રોજ 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી જંગલિયા કટારા તથા અન્ય બેન સાગરીતો રમેશ ઉર્ફે રમો બામણીયા અને ઇન્દ્રિયા કટારા સગીરાને ભગાડી ગયો હતો. દરમિયાન પોલીસે મુખ્ય આરોપી જંગલિયા કટારાની ધરપકડ કરી હતી. જેની પુછપરછ કરતાં તેની સાથે રમેશ બામણીયા અને ઇન્દ્રિયા કટારા પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે વેળા બંને આરોપીઓ કોઈક કેસમાં મધ્યપ્રદેશના ચંદ્રશેખર પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.હદ વિસ્તારમાં 363,366 અને પોસ્કો કલમમાં સંડોવણી હોવાનું ખુલતાં જ પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories