અંકલેશ્વરઃ હનુમાનજી મંદિરની દાન પેટી તોડવાનો પ્રયાસ, દુકાનોમાં થઈ ચોરી

New Update
અંકલેશ્વરઃ હનુમાનજી મંદિરની દાન પેટી તોડવાનો પ્રયાસ, દુકાનોમાં થઈ ચોરી

મંદિરમાંથી કંઈ ન મળતાં સામે આવેલી દુકાનોમાંથી સરસામાન ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરનાં ચૌટા બજારમાં આવેલા હનુમાનજી મંદિરની દાન પેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ આ પોચ પ્રકાશ્યું હતું. તો મંદિરમાંથી કંઈ હાથ ન લાગતાં તસ્કરો મંદિરની સામે આવેલી દુકાનોમાંથી સરસામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શહેર પોલીસ મથક નજીક આવેલા મંદિરમાં તસ્કર ચોરી કરવાની કોશિષ પોલીસને જાણે પડકાર ફેંક્યો હતો.

અંકલેશ્વર શહેરના મુખ્ય બજારમાં આવેલ પૌરાણિક હનુમાનજી મંદિરની દેરી ખાતે ગત રાત્રિના સમયે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. મંદિરની દાનપેટીનું ઉપરનું લોક તોડ્યા બાદ દાન પેટીનું ઇન્ટર લોક તોડવાની કોશિષમાં તસ્કરો નિષ્ફળ રહ્યા હતા. જેને લઇને ડઘાયેલા તસ્કરોએ સામે આવેલા કિરીટ જનરલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું. શટરના લોક તોડી અંદરથી અંદાજિત 5 હજાર ઉપરાંતનો સરસામાન અને રોકડ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સવારે બજારમાં દુકાનદારો આવતાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે આ અંગે દુકાનદાર દ્વારા હજી સુધી કોઈ જ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.

Latest Stories