Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ઉત્તરાયણ આવતા પહેલા દુર્લભ દેખાતું પક્ષી થયું ઘાયલ

અમદાવાદ: ઉત્તરાયણ આવતા પહેલા દુર્લભ દેખાતું પક્ષી થયું ઘાયલ
X

મકરસંક્રાંતિની હવે એક મહિનાની વાર છે ત્યારે અમદાવાદમાં દોરી ના કારણે લોકો તો ઘાયલ થાય છે પરંતુ પક્ષીઓ પણ પતંગની દોરી ના કારણે ઘાયલ થયા છે ત્યારે એનજીઓ સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરી કરીને લુપ્ત એવા ઘુવડને ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં મકરસક્રાંતિ પહેલા પતંગની દોરી વડે લોકો ઘાયલ થયા પરંતુ સાથે સાથે પક્ષીઓ પણ ઘાયલ થયા છે. શહેરમાં બહુ જ ઓછા દેખાતા પક્ષી એવા ઘુવડ કેજે ખુબજ નરી આંખે ઓછું જોવા મળતુ પક્ષી ઘુવડ ની પ્રજાતિ રાત્રિ દરમિયાન ઉડતું હતું ત્યારે ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યો છે. તે પહેલાં જ દોરીની લપેટમાં આવી ઘાયલ થયું હતું. ઇસનપુર વિસ્તારમાંથી કોલ આવતા એક પક્ષી દોરી થી ઘાયલ થયેલ તેને મદદની જરૂર છે. તેવી જાણ થતાંની સાથે તાત્કાલિક એનિમલ લાઈફ કેર સંસ્થા પ્રમુખ સ્થળ પર પહોંચી તેનુ રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવામાં આવ્યો તથા વઘુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું.

આ પક્ષી વિશે થોડીક જાણવા જેવી વાત સ્પોટેડ આઉલેટ જેને ચીબરી તરીકે ઓળખાય છે અને તે ઘુવડ ની પ્રજાતિ નું છે. તેનો એશિયામાં મેઇનલેન્ડ ભારતથી દક્ષિણપૂર્વ એશિયા સુધી ઉછરે છે. ખેતીની જમીન અને માનવ વસવાટ સહિત ખુલ્લા આવાસ મા સામાન્ય રહેવાસી જોડે , તે શહેરોમાં રહેવાનું અનુકૂળ છે. તેઓ નાના જૂથોમાં ઝાડની હોલો અથવા ખડકો અથવા ઇમારતોમાં પોલાણમાં રોકાતા હોય છે. તે ઝાડ અથવા મકાનના છિદ્રમાં માળા મારે છે, 3-5 ઇંડા મૂકે છે. તેઓ ઘણીવાર માનવ વસવાટની નજીક જોવા મળે છે. પ્રજાતિઓ કદમાં નાની હોય છે શરીરની રચના ખૂબ જ સુંદર નાજુક, નિશાચર, હોય છે. આંખોની રચના અદ્દભૂત હોય છે.તે રાત્રિના સમયે વધુ જોવા મળે છે.

Next Story