/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-42.jpg)
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં લાઈટ બંધ હોવા અંગે તકરાર થતાં બે ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાતા નાના ભાઈનું મોત થયું, પોલિસે આરોપી ને ઝડપી પાડી જેલ ભેગો કર્યો જર,જમીન અને જોરૂના ઝગડામાં ખૂની ખેલ થયાની અનેક ઘટનાઓ સાંભળી હશે, પણ લાઈટની બાબતે ખૂન થયું હોય તે કદાચ નહીં સાંભળ્યું હોય,, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કંઇક આ પ્રકારની જ ઘટના બની છે. ભિલોડા તાલુકાના ભાણમેર ગામે બે ભાઈઓ વચ્ચે થ્રી ફેજ લાઈન બંધ હોવાથી ઝઘડો થયો, સામાન્ય બાબતમાં પરિસ્થિતિ વણસી અને મોટા ભાઈ અરવિંદ બરંડાએ નાના ભાઈ શૈલેષભાઇ પર ઉશ્કેરાઈને અપશબ્દો બોલી લાકડીથી હુમલો કર્યો હતો.
હુમલો ઘાતક બનતા નાના ભાઈના શરિરે ગંભીર ઉજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા હાહાકાર મચી ગયો હતો. આ સમગ્ર મામલે મૃતકના પત્ની પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શૈલેષભાઇના મોતના પગલે મોટી સંખ્યામાં મૃતક યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટ્યા હતા. ભિલોડા પોલીસે મોટા ભાઈ સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પિતાની હત્યાના પગલે બે માસુમ બાળકોએ છત્રછાયા ગુમાવી પડી છે.