આણંદમાં ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ૬ના મોત

New Update
આણંદમાં ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ૬ના મોત

આણંદ નજીક એક્સપ્રેસ વે પર ડમ્પર અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો ખુરાદો વળી ગયો હતો. કારમાં સવાર તમામ ૬ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક અડાસ ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ૨ પુરુષ, ૩ મહિલા અને ૧ બાળકનો સમાવેશ થાય છે.

જો કે બનાવ અંગે જાણ થતાં વાસદ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. કારને ક્રેઈનની મદદ વડે અલગ કરી તમામ મૃતદેહ બહાર કાઢ઼વામાં આવ્યા હતા. પછી તેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની ઓળખવિધિ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે લોકોના દ્રષ્ય જોઈને હોંશ ઉડી ગયા હતા.

Latest Stories