/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/supreme_Court_1521081735.jpg)
આવકવેરો ભરવા માટે PANને આધાર સાથે જોડવું અનિવાર્ય
આવકવેરા મામલે સુપ્રીમ કોર્ટે નવો આદેશ જાહેર કર્યો છે. કોર્ટના આદેશ મુજબ ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે PANને આધાર સાથે જોડવું જરુરી બનશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, કાયદાની કલમ 139AAને કોર્ટ પહેલેથી જ યોગ્ય ઠેરવી ચૂકી છે.
શ્રેયા સેન અને જયશ્રી સતપડેને વર્ષ 2018-19નું ઇન્કમ ટેક્ષ રિટર્ન PANને આધાર સાથે જોડ્યા વગર જ ભરવાની મંજૂરી આપતા દિલ્હી હાઇ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેન્દ્ર સરકારની અપીલ પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.
આ પહેલા પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે 26 સપ્ટેમ્બર 2018ના રોજ નિર્ણયમાં કેન્દ્રની આધાર યોજનાને બંધારણીય રીતે યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરતા પહેલા PANને આધાર સાથે જોડવું અનિવાર્ય રહેશે. પરંતુ બેન્કોમાં ખાતા ખોલાવવા માટે આધાર જરુરી નથી.
ઉલ્લેખનીય છે કે, અંતરિમ બજેટ 2019-20 રજૂ કરતા નાણા મંત્રી પીયૂષ ગોયલે 5 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને કરમાંથી છૂટ આપી હતી. જેમાં 5 લાખથી વધારે વાર્ષિક આવક પર કરની જોગવાઇ યથાવત રહેશે.