એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપામાં બજરંગ પૂનિયાએ ભારતને પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યો
BY Connect Gujarat23 April 2019 1:07 PM GMT
X
Connect Gujarat23 April 2019 1:07 PM GMT
ચીનના શિયાનમાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપામાં દુનિયાના નંબર વન પહેલવાન બજરંગ પૂનિયાએ ભારતને પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું છે. 65 કિલો વર્ગમાં બજરંગ પૂનિયાએ કઝાકિસ્તાનના સયતબેક ઓકાસોવને 12-7થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.
શરુઆતની રમતમાં બજરંગ કઝાકિસ્તાનના પહેલવાનથી 2-5થી પાછળ રહ્યા હતા, પરંતુ જબરજસ્ત પ્રદર્શન કરતા તેઓ મેચમાં પરત ફર્યા અને 12-7થી જીત મેળવી હતી.
બજરંગે પહેલા રાઉન્ડમાં શ્રીલંકાના ફર્નાન્ડોને 10-0 અને ક્વાર્ટર ફાઇનલમાં ઇરાની પહેલવાન પેઇમેન બિયાકાગા બિયાબાનીને 6-0થી હરાવ્યા હતા. આ પછી ભારતીય સ્ટાર પહેલવાને ઉઝ્બેકિસ્તાનના સિરોજિદિન ખાસાવોનને 12-1થી મોત આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
Next Story