/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/vlcsnap-2018-10-21-16h24m56s456.png)
જીવદયા પ્રેમી દ્વારા ઘાસચારાની વ્યવસ્થા થતા માલધારીઓએ હાશકારો અનુભવ્યો
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના 12 થી 13 જેટલા માલધારી પરિવારો 1200થી વધુ મુંગાપશુઓનાં ઘાસચારાની શોધમાં રાજકોટ ખાતે પહોંચ્યા હતાં. રાજકોટનાં જીવદયા પ્રેમીઓ દ્વારા મુંગાપશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ જતાં માલધારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ગુજરાતમાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. કેટલાક તાલુકાઓ તો સાવ કોરા રહ્યા છે. જગતના તાતને દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. જેના કારણે પશુ માટે ઘાસચારાની કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ ઓછો પડયો હોવાના કારણે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા આદિસર, વેણુ, મોમાઈ મોરા, ખાંડક, મોડા અને ટગા ગામમાં 12-13 જેટલા માલધારી પરિવારો રહે છે. છેલ્લા ચાર દિવસથી મુંગાપશુઓ માટે ઘાસચારો મળતો ન હતો. ઘાસચારાના અભાવે ગાયો દુબળી પડજી રહી હતી.
ઘાસચારાના અભાવે પશુધન માલિકોની પણ કફોડી સ્થિતિ થઈ હતી. રાપર તાલુકાના પશુધનને બચાવવા માટે માલધારી પરિવારો ઘાસચારાના અભાવે રાજકોટ ખાતે પહોંચી ગયા હતાં. 1200થી વધુ મુંગાપશુઓને લઈને પહોંચેલા કચ્છના માલધારી પરિવારને જીવદયા પ્રેમી દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મુંગાપશુઓ માટે ધાસચારાની વ્યવસ્થા થઈ જતા માલઘારીઓએ હાંશકારો અનુભવ્યો હતો.