કરજણ : કોંગ્રેસ સમિતિ દ્ધારા ગુજરાત સરકારની નિષ્ફળતાઓના વિરોધમાં જનાક્રોશ રેલી યોજાઇ

New Update
કરજણ : કોંગ્રેસ સમિતિ દ્ધારા ગુજરાત સરકારની નિષ્ફળતાઓના વિરોધમાં જનાક્રોશ રેલી યોજાઇ

નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાતની ભાજપા સરકાર તમામ મોરચે નિષ્ફળ ગયાના આક્ષેપો સાથે મંગળવારના રોજ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ રેલી યોજી કરજણના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. કચેરીના સંકુલમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જેવા વિવિધ સુત્રોચ્ચારો સાથે વાતાવરણ ગજવી મુક્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર માત્ર મોટી અને ખોટી વાતો કરી સરકારની તિજોરીમાંથી કૃષિ મેળાના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્થ ન્યાયી તપાસ કરવાના બદલે મળતીયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેવા વિવિધ મુદ્દાઓ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. જનાક્રોશ રેલી સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીન ભરતભાઇ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભાસ્કર ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Latest Stories