/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/maxresdefault-72.jpg)
કરજણ તાલુકાના અાલમપુરા ગામની નવીનગરીમાં રહેતી એક સગીર વયની અાદિવાસી કન્યાને એ જ ફળિયાના જ એક અાદિવાસી યુવકે લગ્નની કરવાના ઇરાદે પટાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ તાલુકાના નારેશ્વર નજીક આવેલા અાલમપુરા ગામમાં રહેતા એક શ્રમજીવી નટવરભાઇ ઇશ્વરભાઇ વસાવાની સગીર વયની કિશોરી કે જેણે સાત ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. તે સગીરાને જ ફળિયામાં રહેતા દશરથ કાલિદાસ વસાવા ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ રોજિંદા સાગરીતની મદદથી રાત્રીના ૧૧.૦૦ વાગ્યાથી રાત્રીના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
સગીરાને ભગાડવા માટે ફળિયામાં જ રહેતાં અનિલ કાલુ વસાવા અને ભયાભાઇ મંગળ વસાવા બંને રહેવાસી આલમપુરા નવી નગરીની મદદ દશરથે લીધી હતી. બંને યુવકોએ આલમપુરા ગામની સગીરા અને મોટર સાયકલ પર બેસાડી નારેશ્વર પેટ્રોલ પંપ સુધી મૂકી આવ્યાનું ગામના આગેવાન સમક્ષ કબૂલ કર્યાનું જાણવા મળી રહ્યું છે. સગીરાની ભાળ મેળવવા સગા સંબંધીઓ અને જાણીતી જગ્યાઓ પર તપાસ કર્યા બાદ સગીરાની કોઇ ભાળ ન મળતા સગીરાના પિતાએ દશરથ કાલિદાસ વસાચા તથા તેના બે મળતિયા મદદગારો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.