Connect Gujarat
ગુજરાત

કાયાવરોહણ લકુલીશયોગ વિદ્યાપીઠના સંવર્ધક રાજર્ષિ મુનિની પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર માટે થઈ પસંદગી

કાયાવરોહણ લકુલીશયોગ વિદ્યાપીઠના સંવર્ધક રાજર્ષિ મુનિની પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર માટે થઈ પસંદગી
X

આજે ભારત સરકારના આયુષ મંત્રાલયે યોગ પરંપરાને વ્યક્તિગત પ્રોત્સાહક યોગદાન માટે પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર માટે રાજશ્રી મુનિની પસંદગી કરી છે. અગાઉ ઉચ્ચ સનદી અધિકારી રહી ચૂકેલા આ પરમ યોગી સાધક કાયાવરોહણ તીર્થ સ્થિત લકુલીશ યોગવિદ્યાપીઠના સંવર્ધક છે અને લાઇફ મિશનના માધ્યમથી યોગ સંસ્કૃત્તિને વિસ્તારી રહ્યા છે.

આજે વિશ્વના ૧૧૭ દેશો સાથે વડોદરા શહેર-જિલ્લાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ સાધના કરી હતી. આ સાથે શહેર-જિલ્લામાં 1800 જગ્યાએ યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="99865,99866,99867,99868,99869,99870,99871,99872,99873,99874,99875,99876,99877,99878,99879,99880,99881,99882,99883,99884"]

આપણા પ્રધાનમંત્રી યોગી છે એ સહુ માટે ખૂબ મોટા ગૌરવની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમની નિષ્ઠાથી આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવે છે. તેમણે જણાવ્યું કે ભારતીય યોગ પરંપરાનો વિશ્વની સહુથી મોટી વૈજ્ઞાનિક શોધમાં સમાવેશ થઇ શકે. પોતે નિયમિત યોગ કરે છે એવી જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, યોગ તંદુરસ્તી, શાંતિ અને એકાગ્રતા આપે છે. જ્યાં સુધી જગતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ભારતીય યોગ પરંપરા નીતનવીનતા સાથે જીવંત રહેશે.

સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે યોજાયેલ યોગ સાધનામાં મેયર ડૉ.જિગીષાબેન શેઠ, સ્થાયી અધ્યક્ષ સતિષ પટેલ સહિત પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ પદાધિકારીઓ, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, કાર્યકારી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી, નાયબમ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિત ઉચ્ચાધિકારીઓ, એસએજીના રમતવીરો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.

ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં યોગ સાધના સત્ર યોજાયુ હતુ. તો ઇસ્કોન મંદિર અને અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોએ યોગ સાધના કરી હતી. જરોદ ખાતે એન.ડી.આર.એફ. દ્વારા યોગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. નિઝામપુરા યોગનિકેતન કેન્દ્ર દ્વારા પણ સંગીતમય યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તે બાદ યોગની જાગૃતિ માટે વિસ્તારમાં યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર-જિલ્લામાં આજે વિશ્વ યોગ દિન નિમીત્તે 1800 જેટલી જગ્યાઓ ઉપર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Next Story