ખેડૂતો જાતે જ વીજળીનું ઉત્પાદન કરેઃ સરકાર આપશે સબસિડી

New Update
ખેડૂતો જાતે જ વીજળીનું ઉત્પાદન કરેઃ સરકાર આપશે સબસિડી

રકારે ખેડૂતો માટે આજે "સૂર્ય શક્તિ કિસાન યોજના"ની જાહેરાત કરી

રાજ્ય સરકારે દ્વારા ખેડૂતો માટે આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે આજે "સૂર્ય શક્તિ કિસાન યોજના"ની જાહેરાત કરી છે. આ તબક્કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આજે સરકાર ક્રાંતિકારી પગલું ભરી રહી છે. અમારી સરકાર ખેડૂતોની આવક વધારવા આ ઐતિહાસિક પગલું ભરી રહી છે. ખેડૂતો જાતે જ હવે વીજળીનું ઉત્પપાદન કરી શકશે. જેના માટે સરકાર "સૂર્ય શક્તિ કિસાન યોજના" લાવી છે. જેના દ્વારા ખેડૂતો જાતે જ વિજળી ઉત્પાદન કરી શકશે. અને તેના માટે સરકાર સબસીડી પણ આપશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશમાં પહેલી વખત આવી યોજના લાવવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત ખેડૂતો વીજ ઉત્પાદન કરી, પોતાની આવકમાં વધારો કરશે. જેના માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે.

Latest Stories