/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/642346-pradipsinh-jadeja.jpg)
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રદીપસિંહને ગળાનું કેન્સર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ HCG હોસ્પિટલના રૂમ નમ્બર – ૮માં દાખલ કરાયા છે. સોમવારે સાંજે ગૃહ રાજયમંત્રીનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ હાલ તબિયત સારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહને ગઈકાલે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે ગૃહપ્રધાન પ્રદીપસિંહને સારવાર HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. ઓપરેશન પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મ્હોં ના કેન્સરની સર્જરી માટે અમદાવાદની એચ.સી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમની ગઈ કાલે ડો.કૌસ્તુભ પટેલ અને ટીમે સફળતા પૂર્ણ સર્જરી કરી છે તેમની તબિયત સુધારા ઉપર છે.ગૃહ રાજ્ય મંત્રીને આગામી 48 થી 72 કલાક સુધી હોસ્પિટલના આઇ.સી.યુ.માં તબીબી દેખરેખ નીચે રાખવામાં આવશે તેમ પણ હોસ્પિટલના તબીબો એ જણાવ્યું છે